તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માળિયા હાટીના પંથકમાં વધુ 6 શાળાઓમાં કૌંભાડ થયાની ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયા હાટીના પંથકમાં વધુ 6 શાળાઓમાં કૌંભાડ થયાની ચર્ચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર-મેંદરડા તાલુકામાં પણ કેટલીક શાળામાં ગેરરિતી

માળિયાહાટિનાની કન્યા શાળામાં ગેરરિતી મુદે તપાસ ચાલી રહી છે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. આર. પટેલે પ્રાથમિક રીપોર્ટ ડીપીઇઓને સોંપી દીધો છે. જેમાં રૂપિયા 9 લાખથી વધુની નાણાંકિય ગેરરિતી સામે આવી છે. ઘટનાને લઇ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાલની તપાસમાં માળિયાની એક શાળાની ગેરરિતી બહાર આવી છે. પરંતુ હજુ માળિયા હાટીનાની વધુ 6 શાળામાં મોટા પાયે નાણાંકીય ગેરરિતી થયાની ચર્ચા શિક્ષણ જગતમાં જાગી છે. કન્યા શાળાની માફક અન્ય શાળાઓમાં પણ તપાસ કરવામાં આવે તો મોટી ગેરરિતી સામે આવે એમ છે. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વિસાવદર અને મેંદરડા તાલુકામાં પણ કેટલીક શાળામાં ગેરરિતી થતી હોવાની ચર્ચા જાગી છે.

ટીપીઇઓએ તટસ્થ તપાસની માંગ કરી

માળિયાહાટીનાનાં બીઆરસીએ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે મારમાર્યાની ફરીયાદ નોંધાવી છે. અંગે જૂનાગઢ જિલ્લાનાં ટીપીઇઓએ આજે ડીપીઇઓને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે થયેલી ફરીયાદની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો