તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં દુકાનમાંથી રૂા.7 લાખના માલ સામાનની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સવા વર્ષથી નોકરી કરતી મહિલા અવારનવાર ચીજોની ચોરી કરતી

જૂનાગઢનારાણાવાવ ચોકમાં આવેલી પતંજલી ચિકિત્સાલય નામની દુકાનમાં કામ કરતી મહિલાએ છેલ્લા એક વર્ષના સમયગાળામાં દુકાનમાંથી જુદી જુદી વસ્તુઓ મળી કુલ રૂા 6થી 7 લાખના માલસામાનની ચોરી કરી હતી. અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના ઇન્દ્ર એપાર્ટમેન્ટમાં રહેતા સાજીદાબેન હનીફભાઇ ખોખરની રાણાવાવ ચોકમાં આવેલી પતંજલી ચિકિત્સાલય શોપમાં સબનમબેન હાસમભાઇ શેખ નામની મહિલા છેલ્લા એક વર્ષથી નોકરી કરતી હતી.

નોકરી દરમિયાન નજર ચુકવી એક વર્ષ દરમિયાન મહિલા દુકાન માંથી અંદાજિત6થી7 લાખની ચીજ વસ્તુઓ ચોરી કરી ગઇ હતી.

જોકે વર્ષના અંતે હિસાબ કરતા આટલી મોટી રકમની ઘટ્ટ આવતા અંતે સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા અવાર નવાર તેના કપડામાં ચીજ વસ્તુઓ લઇ જતી નજરે પડતા સાજીદાબેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભાંડો ફુટી જતા મહિલાએ અચાનક નોકરી છોડી દીધી

મહિલાચોરી કરતી હોવાની માલીકને જાણ થઇ ગયાની ગંધ આવી જતા નોકરી મુકી જતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો