તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢની ખાનગી સ્કુલમાં પરીક્ષાર્થીઓને પેપર મોડું મળતા વાલીઓએ કર્યો હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢની ખાનગી સ્કુલમાં પરીક્ષાર્થીઓને પેપર મોડું મળતા વાલીઓએ કર્યો હોબાળો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધો.10ની પરીક્ષા આપતા છાત્રોને 15 મિનીટ મોડી આપતા વાંચવાનો સમય મળતો નથી

ગાંધીગ્રામવિસ્તારમાં આવેલી કાર્મેલ કોન્વેન્ટ સ્કુલમાં આજે સવારે વાલીઓઅે હોબાળો કર્યો હતો અને ધોરણ10ની પરીક્ષા આપતા છાત્રોને 15 મિનીટ મોડુ પ્રશ્ન પેપર આપતા હોવાથી છાત્રોને વાંચવાનો સમય મળતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢમાં ચાલી રહેલી ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન અવાર નવાર છાત્રોને પરેશાની થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે.આવી એક ફરિયાદ જૂનાગઢની કાર્મેલ કોન્વેટ સ્કુલમાં ઉઠી હતી. અાજે સવારે પરીક્ષા શરૂ થવાના સમયે વાલીઓ પ્રિન્સિપાલ ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો. પરીક્ષા શરૂ થવાનો સમય 10 વાગ્યાનો હોવા છતાં શિક્ષકો દ્વારા 10:15 વાગ્યે પ્રશ્ન પેપર આપે છે. જેના કારણે છાત્રોને પ્રશ્ન પેપર વાંચવાનો સમય મળતો નથી.જોકે વાતાવરણ વધુ ગરમ બને તે પહેલા પોલીસે મામલો થાડે પાડ્યો હતો. શાળા સંચાલકોઅે પણ બોર્ડના નિયમ મુજબ પ્રથમ 10 વાગ્યે ઓએમઆર સીટ આપવામાં આવે છે. ઓએમઆર ફીલ અપ કરવા 15મિનીટનો સમય અાપતા હોવાનું જણાવ્યું હતું.

બાળકોને સમય કરતા 15 મિનીટ મોડું પેપર આપવામાં આવતું હોવાથી તેમને પ્રશ્ન પેપર વાંચવાનો સમય મળતો નથી બાબતે અમે પ્રિન્સિપાલને રજૂઆત કરવા ગયા તો પ્રિન્સિપાલ અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી. -જયદેવભાઇ જોષી, વાલી

પ્રિન્સિપાલ અમારી રજૂઆત પણ સાંભળવા તૈયાર નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો