તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગીર જંગલમાં જોવા મળતું સફેદ હરણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર જંગલમાં જોવા મળતું સફેદ હરણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઠ માંસનું બચ્ચું અવાર નવાર માતા સાથે જોવા મળે છે

જૂનાગઢનાગીર જંગલમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ રંગનું આઠ માસનું બચ્ચું તેની માદા સાથે અવાર નવાર નજરે પડી રહ્યું છે. જે પ્રવાસીઅો અને વનકર્મીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીર જંગલ એશિયાઇ સિંહ તથા અન્ય દુલર્ભ પ્રાણીઓ માટે ખાસ જાણીતું છે.ઘણા દુલર્ભ પ્રાણીઓ માત્ર જંગલમાં જોવા મળી આવતા હોવાથી દેશભરમાંથી પ્રવાસીઓ પ્રાણીઓની એક ઝલક મેળવવા આવી પહોંચતા હોય છે. એશિયાઇ સિંહ જેવું એક પ્રાણી આજકાલ ગીર જંગલમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાણી એટલે સફેદ હરણ સામાન્ય રીતે હરણ સફેદ રંગમાં ક્યારેય જોવા મળતું નથી. ગીરજંગલમાં આજ કાલ હરણ પ્રવાસીઓને તેની તરફ વધુ આકર્ષી રહ્યું છે. આઠ માસનું બચ્ચુ અવાર નવાર તેની માતા સાથે પીવાના પાણીના સ્ત્રોત પાસે મળી આવે છે.

જિનેટીક ડિસઓર્ડરના કારણે રંગ સફેદ થઇ જાય છે

પ્રાણીઓનોરંગ મુળ રંગથી બદલી સફેદ થતા હોવાના અનેક ઉદાહરણો છે. સામાન્ય રીતે જિનેટીક ડિસઓર્ડર ના કારણે પ્રાણીઓનો રંગ સફેદ થઇ જાય છે. બિમારીના કારણે હરણનો રંગ સફેદ હોઇ શકે છે. -એ.પી.સિંહ મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો