તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • મહાનગર પાલિકાનાં વિરોધપક્ષનાં નેતા સતીષ વિરડાને શહેર કોંગ્રેસ પ્રમુખ બનાવવા માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગર પાલિકાનાં વિરોધપક્ષનાં નેતા સતીષ વિરડાને શહેર કોંગ્રેસ પ્રમુખ બનાવવા માંગણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે વાર ઓબ્ઝર્વર આવ્યા, એક દાવેદાર છતાં શહેર પ્રમુખપદ ખાલી ?

જૂનાગઢશહેરમાં છેલ્લા બે વર્ષથી શહેર કોંગ્રસ પ્રમુખની નિમણુંક કરવામાં આવી હોય કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઇ છે.આ મામલે વોર્ડ નંબર19 ના કોર્પોરેટરે પ્રદેશ પ્રમુખને પત્ર પાઠવી તાત્કાલિક શહેર પ્રમુખની વરણી કરવા માંગણી કરી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીને પાઠવેલા પત્રમાં સવિતાબેન પરમારે જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહે છે ત્યારે પક્ષના કાર્યકર્તાઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પ્રમુખપદની વરણી કરવી અત્યંત જરૂરી છે. અગાઉ જૂનાગઢમાં બબ્બે વખત ઓબ્ઝર્વર આવી ગયા છે તેમજ પ્રમુખ માટે દાવેદાર પણ એકજ વ્યક્તિ છે તેમ છતાં શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે તે સમજાતું નથી.પ્રમુખ હોવાના કારણે પક્ષને ભારે નુકસાન થઇ રહ્યું છે.

હાલમાં જૂનાગઢ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકેની સબળ ભૂમિકા ભજવી રહેલા અને કુનેહબાજ,શ્રેષ્ઠ નેતૃત્વ ધરાવતા સતિષ વિરડાને શહેર પ્રમુખ બનાવવાની અમારી માંગણી છે. મામલે સત્વરે નિર્ણય લેવાય તે પક્ષના હિતમાં હશે જેથી આગામી ચૂંટણીમાં અમારે તથા જૂનાગઢના કોંગ્રેસી કાર્યકર્તાઓએ શું કરવું તેની જાણકારી મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો