તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબાની ડાળીઓ સુકાતા રહે છે અવિકસીત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠપંથકમાં બાગાયત પાકમાં કેરીનાં પાકમાં મધીયા અને મગીયા નામની ઇયળનો ઉપદ્રવ વધ્યો છેે. તેમજ આંબાની ડાળીઅો ઉપરથી સુકાતી જાય તેવી ખેડૂતોની ફરીયાદો ઉઠી છે.

સોરઠ પંથકમાં થતી કેરી વિશ્વમાં પ્રખ્યાત છે. જેમાં કેરીનાં વિકાસ સમયે પાકમાં મધીયા અને મગીયા ઇયળનો ઉપદ્રવ વધતો જણાય છે. જેનાં ઉપાય તરીકે ખેડૂતોએ ઇમીડાક્રોપીડ દવા 5 મીલી માત્રામાં 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તેમજ પાકમાં ભુકીછારા રોગનાં નિયંત્રણ માટે હેકઝાકોનાઝોલ દવા 15 મીલી માત્રામાં 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાનો રહેશે. તેમજ આંબાની ડાળીઓ સુકાતી જતી હોવાની ફરીયાદો પણ ઉઠી છે. જેનાં કારણે આંબાનો વિકાસ થતો નથી. જે આંબામાં આવતો ડાયબેક નામનો રોગ છે.

જેનાં ઉપાય તરીકે રોગ લાગેલી સૂકી ડાળીઓ કાપી તેનો બાળીને નાશ કરવો જોઇઅે. કાપેલી ડાળીનાં ભાગે બોર્ડો પેસ્ટ લગાડવી. ઉપરાંત ઝાડ પર બોર્ડો 0.8 ટકા માત્રામાં છંટકાવ કરવાથી રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો