તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાની મ્યુનિ.કમિશ્નર પાસે માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાની મ્યુનિ.કમિશ્નર પાસે માંગણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમનપામાં લગાવાયેલા ફેશ રેકોગ્નાઇઝ મશીન ચકાસતાં ફરજ બજાવતા 84 કર્મચારીઓ મોડા આવતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમનો અડધાથી એક દિવસનો પગાર કાપી લેવાની તંત્રએ નોટીસ પાઠવી છે. મામલે જૂનાગઢ શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાએ કમિશ્નરને પત્ર પાઠવી શાખા અધિકારીઓની હાજરી પણ ફેશ રેકોગ્નાઇઝ મશીનમાં પૂરવા માંગણી કરી છે.કમિશ્નર વી. જે. રાજપુતને સંબોધીને લખેલા પત્રમાં જૂનાગઢ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કેશુ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મનપામાં નાના કર્મચારીઓની ફેશ રેકોગ્નાઇઝ મશીનમાં હાજરી પૂરાય છે. પરંતુ શાખા અધિકારીઓની હાજરી મશીનમાં નથી પૂરાતી. ત્યારે શું કોર્પોરેશનના નિયમો માત્રને માત્ર નાના કર્મચારીઓ માટેજ ઘડાયા છે મનપાના સત્તાધિશોએ આવી વહાલા દવલાની નિતી બંધ કરવી જોઇએ. અને શાખા અધિકારીઓની હાજરી પણ મશીનમાંજ પૂરાવી જોઇએ. જો આવું થાશે તો અનેક ગુટલીબાજ શાખા અધિકારીની આપને જાણ થશે, જે મોડા અાવે છે અને પાછળથી રજીસ્ટરમાં હાજરી પૂરી લે છે. એવા આક્ષેપ સાથે વધુમાં કેશુ ઓડેદરાએ જણાવ્યું હતું કે, શાખા અધિકારીઓમાં પણ એક માત્ર સેક્રેટરી શાખાના અધિકારીનીજ હાજરી મશીનમાં પૂરવામાં આવે છે. બાકી બધા માટે નિયમમાં બાંધછોડ કોણે અને શા માટે કરી છે, તેનો જવાબ તંત્રએ આપવો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો