• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જટાશંકરના જંગલમાં દવા પી જતા યુવાનનું મોત નીપજ્યું

જટાશંકરના જંગલમાં દવા પી જતા યુવાનનું મોત નીપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવનાથમાં આવેલા જટાશંકરના જંગલમાં દવા પીધેલા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ફરવા લાયક સ્થળ પર રવિવારે પ્રવાસીઓની ભીડ વચ્ચે લાશ મળી આવતા લોકોમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. વેરાવળના ઉકડીયા ગામે રહેતા 42 વર્ષિય દેવશીભાઈ માંડાભાઈ વાળા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા. બિમારીને લઈને તેમની દવા પણ ચાલુ હતી, પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, કેન્સર જેવી બિમારીથી કંટાળી દેવશીભાઈ જૂનાગઢ આવી પહોચ્યાં હતા. અને જટાશંકરના જંગલમાં ઝેરી દવાના ટીકડા ખાઈ લીધા હતા. રાત્રીના બનેલી ઘટનામાં ભવનાથ પોલીસને લાશ વિશે જાણ થતા સવારના લાશને જંગલમાં ગોતીને સિવીલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી હતી. દેવશીભાઈએ બિમારી સબબ કે અન્ય કોઈ કારણોસર દવા પીધી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...