ધો. 11-12 સાયન્સનો ટ્યુશન ખર્ચ સરકાર ઉપાડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો. 10માં સારા ગુણ મેળવ્યા હોય, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે ઘણાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા નથી. કારણકે, વિજ્ઞાન પ્રવાહમાં મોટા ભાગે ટ્યુશનનું મહત્વ વધુ છે. આર્થિક રીતે નળબા વર્ગનાં છાત્રો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકતા નથી.

પરિણામે રાજ્ય સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા આ પ્રકારનાં છાત્રો માટે ટ્યુશન ફીની યોજના બનાવાઇ છે. જેમાં અનુસુચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીનાં અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિનાં વિદ્યાર્થીઓ કે જેણે ધો. 10માં 70 ટકા કરતાં વધુ ગુણ મેળવ્યા હોય એવા છાત્રોને ધો. 11 વિજ્ઞાન પ્રવાહનાં ટ્યુશન માટે રૂ. 15,000 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહનાં ટ્યુશન માટે રૂ. 15,000 ખાનગી ટ્યુશન ફી માટેની સહાય કરશે. આ માટે જોકે તેણે વાલીની આવકનો દાખલો રજુ કરવાનો રહેશે. તેના વાલીની વાર્ષિક આવક રૂ. 1.50 લાખથી નીચે હોવી જોઇએ. જોકે આટલી રકમમમાં ટયુશન કઇ રીતે થઇ શકે તે પણ એ સવાલ છે. આ ઉપરાંત સાયન્સની ફી પણ દિન-પ્રતિદિન વધી રહી છે. આ અંગે સામાજીક ન્યાય અને અધિકારતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, નબળી સ્થિતિને લીધે બાળકો આગળ અભ્યાસ કરી શકતા નથી. આવા બાળકો વિજ્ઞાન પ્રવાહમાં આગળ અભ્યાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર ખાનગી ટ્યુશન ફી માટે વાર્ષિક 15,000 રૂપિયા આપશે. સરકારની આ યોજના હાલ અમલમાં છે. એસસી, એસટી અને ઓબીસી સિવાયનાં જે બાળકો છે તેના માટે મુખ્યમંત્રી સ્વલંબન યોજના પણ કાર્યરત છે.

જૂનાગઢમાં ધોરણ 11-12 સાયન્સની ફી 2 લાખે પહોંચી જાય છે |જૂનાગઢમાં વિજ્ઞાન પ્રવાહનાં ટ્યુશન થઇ રહ્યાં છે. જેમાં એક વિદ્યાર્થીને બે વર્ષે 1.80 લાખ થી 2 લાખ સુધીનો ખર્ચ થાય છે. સરકાર વિદ્યાર્થીઓને વર્ષે 15,000 રૂપિયા આપી રહી છે. 15,000 માત્ર એક વિષયનું ટ્યુશન થઇ શકે તેમ છે. એ પણ એકજ સેમેસ્ટર માટે.

અન્ય સમાચારો પણ છે...