તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ ડીઆરડીએના 250 કર્મીઓ સાત દિવસથી હડતાળ પર ઉતર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ ડીઆરડીએના 250 કર્મીઓ સાત દિવસથી હડતાળ પર ઉતર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાના ડીઆરડીએના 250 કર્મીઓ સહિત કરાર આધારિત નોકરી કરતા કર્મચારી સાત દિવસથી હડતાલ પર ઉતર્યા છેે. સમાન કામ સમાન વેતનની માંગણી કરી રહ્યા છે. અને મુદ્દે આજે તમામ કર્મીઓએ કલેક્ટર,ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતુ. અને તેમની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.

ફાઇટ ફોર રાઇટના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં કરાર આધારીત કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢના ડીઆરડીએના 250 કર્મીઓ તેમજ અન્ય કરાર આધારીત કર્મચારીઓ તા.14મીન હડતાલ પાડી હતી. અને ગુજરાતભરમા અલગ અલગ વિભાગમાં કરાર આધારિત અાઉટ સોર્સિંગ,રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલ પાડી રહ્યા છે. સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓને છુટ્ટા કરવાની નોટીસ આપવામાં આવી રહી છે. સરકારમાં 5થી 15 વર્ષ સુધી નોકરી કરનાર કર્મીઓની નોકરીની સુરક્ષા,પીઅેફ, ઇન્ક્રીમેન્ટ સહિતના અનેક મુદ્દાઓને લઇ લડત ચાલવવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમા઼ં ડીઆરડીએના 250 કર્મીઓએ હડતાલ પાડી હતી. અને રેલી કાઢી કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી તેમની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજુઆત કરી છે.

કર્મચારીઓએ કચેરી બહાર બેનર સાથે દેખાવો કર્યા હતા. તસવીર- ભાસ્કર

કલેક્ટર,ડીડીઓને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી

સમાન કામ વેતન સમાન મુદ્દે સરકારસામે લડત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો