તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ડાઉન સિન્ડ્રોમ દિવ્યાંગ બાળકોની સંભાળ વિશેની માહિતી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાઉન સિન્ડ્રોમ-દિવ્યાંગ બાળકોની સંભાળ વિશેની માહિતી અપાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
21માર્ચને વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ તરીકે ઉજવવામાં આવે છેે ત્યારે સામાજીક ન્યાય અધિકારીતા મંત્રાલય તથા નેશનલ ટ્રસ્ટ, નવી દિલ્હી દ્વારા જૂનાગઢના સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ નિમીત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં ડાઉન સિનડ્રાેમ બાળકો વિશે તથા દિવ્યાંગ બાળકાેની જાળવણી વિશે, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મળતી વિવિધ યોજનાઓની માહિતી, નેશનલ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી વિવિધ સ્કિમોની માહિતી તેમજ બાળકોના સંરક્ષણ તથા કાયદાઓની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અધિક ક્લેક્ટર અંતાણી, સમાજ સુરક્ષા ખાતાના અધિકારી હંસાબેન વાળા, મેડીકલ કોલેજના ડીન ડો.એસ.પી.રાઠેાડ, મિહીરભાઇ જાની, ડો.પ્રશાંતભાઇ ડઢાણિયા સહીતના મહેમાનો હાજર રહ્યાં હતાં. સેમિનારમાં જીલ્લાના મંદબુધ્ધિ બાળકોના વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

સેમિનારનું દીપ પ્રાગટ્ય આગેવાનો દ્વારા કરાયું હતું. તસવીર- ભાસ્કર

સાંપ્રત અેજ્યુ. ટ્રસ્ટમાં વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો