તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેરમાં મહિલા જાગૃતિ અંગેની શિબીરનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં મહિલા જાગૃતિ અંગેની શિબીરનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંયોજાયેલ મહિલા જાગૃતિ શિબીરનો મોટી સંખ્યામાં ઉપસ્થિત સખી મંડળની બહેનોએ લાભ લઇ સરકારી યોજના અને અન્ય ઉપયોગી માહિતી મેળવી હતી.

શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા જાગૃતિ શિબીર યોજાઇ હતી. જૂનાગઢ કોર્પોરેશન અને મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.ગાંધીનગર આયોજીત શિબીરમાં મહિલાઓના આર્થિક ઉત્થાનને લગતી માહિતી ઉપસ્થિત નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી.તેમજ સરકારની વિવિધ મહિલા લક્ષી યોજના અંગે માર્ગદર્શન આપી મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ તકે હેલ્થ અંગેનું માર્ગદર્શન ડો. રવિ ડેડાણીયા,કાનુની માર્ગદર્શન વર્ષાબેન બોરીચાગર તેમજ અલ્તાફ કુરેશીએ આપ્યું હતું.

કાર્યક્રમમાં ડે.મેયર ગિરીશ કોટેચા, સ્થાયી સમિતી ચેરમેન નિલેશ ધુલેશીયા, નાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડ,સમાજ કલ્યાણ સમિતીના ચેરમેન હિતેન ઉદાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી યોજનાનાં લાભાલાભથી મહિલાઓને માહિતગાર કરાઈ

કોર્પો. અને આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો