તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળમાં ચાલતા દેહ વ્યાપારની ઘટના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરાનાં ત્રંબોડામાં સિલીન્ડર ફાટતાં 1નું મોત, 8 દાઝયા

બાંગ્લાદેશી સગીરા પર દુષ્કર્મ કરનારા પણ સકંજામાં

પોલીસે અમદાવાદની મહિલા દલાલ સહિત 17ને ઝડપી લીધા

બાબરાતાલુકાના ત્રંબોડા ગામે આજે વહેલી સવારે એક દલીત પરિણીતા ગેસના ચુલા પર ચા બનાવી રહી હતી ત્યારે અચાનક ધડાકાભેર ગેસ સીલીન્ડર ફાટતા દલીત પરિવાર અને મદદે દોડેલા પાડોશી સહિત નવ લોકો ગંભીર રીતે દાજી ગયા હતાં. તમામને સારવાર માટે તાબડતોબ દવાખાને ખસેડાયા છે. જેમાં એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આગમાં પરિવારની તમામ ઘરવખરી પણ સળગી ગઇ હતી.

ગેસ સીલીન્ડર બ્લાસ્ટમાં એક સાથે નવ-નવ વ્યક્તિ ગંભીર રીતે દાજી ગયાની ઘટના બાબરા તાલુકાના ત્રંબોડા ગામે આજે સવારે સાડા છએક વાગ્યાના સુમારે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિંના શારદાબેન પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ. 28) નામની મહિલા સવારમાં ગેસના ચુલા પર ઘરમાં ચા બનાવી રહ્યા હતાં તે સમયે અચાનક ગેસની નળી સળગવા લાગી હતી અને જોતજોતામાં સીલીન્ડરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. સમયે તેમના પતિ પ્રેમજીભાઇ ખોડાભાઇ જાદવ (ઉ.વ. 30) બાજુમાં બેઠા હતાં. જેને પગલે બન્ને ગંભીર રીતે દાજી ગયા હતાં. પ્રેમજીભાઇના પિતા ખોડાભાઇ ખીમજીભાઇ જાદવ પણ ઘરમાં હોય આગની ઝપેટમાં આવી ગયા હતાં. અને રાજકોટ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

બીજી તરફ ધડાકાનો અવાજ સાંભળી બાજુમાં રહેતા પ્રેમજીભાઇના કુટુંબીઓ તેમને બચાવવા રૂમમાં દોડ્યા હતાં. પરંતુ પરિવારના લોકો પણ આગની ઝપેટમાં આવી ગયા હતાં. જેને પગલે તમામ નવ લોકો ખુબ ગંભીર રીતે દાજી ગયા હતાં. ઘાયલોને તાબડતોબ સારવાર માટે બાબરા દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા હતાં. અમરેલીથી તમામ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાથી વિસ્તારમાં નાસ ભાગ મચી જવા પામી હતી.

ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.. તસવીર- રાજુ બસીયા

બે બાળકો ઘર બહાર નિકળ્યા ને બચી ગયા

હેતલબેનઅને પ્રેમજીભાઇના બે પુત્રો ચિરાગ (ઉ.વ. 7) અને રાકેશ (ઉ.વ. 5) પણ વહેલા જાગી ગયા હતાં અને રમવા માટે ઘરની બહાર નિકળ્યા તે સમયે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

અવાજછેક બીજા ગામ સુધી સંભળાયો

વહેલીસવારે દલીત પરિણીતાએ ગેસના ચુલા પર ચા બનાવવા મુકી તે સાથે જોરદાર ધડાકા સાથે સિલીન્ડર ફાટ્યો હતો. ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે બાજુના ગામ સુધી તે અવાજ સંભળાયો હતો અને લોકોએ તે અંગે પુછપરછ પણ કરી હતી.ં

પાંચની હાલત ગંભીર, અમરેલી, રાજકોટ સારવારમાં ખસેડાયા

વહેલી સવારે દલિત મહિલા ચા બનાવતી હતી ત્યારે ધડાકો થયો, બચાવ માટે દોડેલો પાડોશી પરિવાર પણ ઝપટે

8 શખ્સ 3દિવસના રિમાન્ડ પર

પોલીસેસગીરા પર દુષ્કર્મ કરનાર 8 શખ્સને ઝડપી લીધા બાદ આજે તમામના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કર્યા હતા.જિલ્લા મજીસ્ટ્રેટે 8 શખ્સના ના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો