તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીકાંતે બાંગ્લાની સગીરાને 25 હજારમાં ખરીદી\'તી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેહ વ્યાપારનાં મળતા રૂપિયામાંથી શ્રીકાંત,જીવણ સહિતના 10થી 20 ટકા કમિશનથી લેતા

માંગરોળમાંચાલતાઆ ગોરખધંધામાં સોેપ્રથમ ઝડપાયેલી મહિલા સહિતના ત્રણ શખ્સ 8 દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન શ્રીકાંતે બાંગ્લાદેશી સગીરાને મુંબઇના શખ્સ પાસેથી રૂા 25હજારમાં ખરીદી હોવાનું કબુલ કર્યુ હતુ તો દેહ વ્યાપારના ધંધામાં ગ્રાહકો પાસેથી મળેલા રૂપિયામાંથી શ્રીકાંત,વર્ષા,જીવણ અને અન્ય તમામ દલાલો 10થી 20 ટકા કમિશન લેતા હતા.

માંગરોળમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધામાં હજુ પણ ઘણી સગીરાઓકે યુવતીઓ ફસાયેલી હોવાની પુરેપુરી શક્યતા છે. આગામી સમયમાં ફસાયેલી સગીરાને પણ છોડાવી લેવા પોલીસ તજવીજ ચલાવી રહી છે. તો બીજી તરફ ઝડપાયેલી વર્ષા નિતિન લોહાણા,શ્રીકાંત ઉર્ફે રાજુ અજીત મંડલ,અને જીવણ ખીમા મોઢા આઠ દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન શ્રીકાંતે બાંગ્લાદેશી સગીરાને રૂા 25 હજારમાં મુંબઇના શખ્સ પાસેથી ખરીદી હોવાનું કબુલ્યું હતુ. અને તેની માતા સોબિતા અજીત મંડલ દ્વારા માંગરોળની મહિલાને સોપી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ગોરખધંધામાં મળતી કાળી કમાણીમાંથી શ્રીકાંત,સોબિતા વર્ષા, જીવણ તથા અન્ય શખ્સો 10થી 20 ટકા કમિશન મેળવતા હતા.

અમદાવાદમાં યુવતીઓની રીક્ષામાં હેરાફેરી કરનાર શખ્સને પણ ઝડપી લેવાયો| પોલીસેગોરખધંધામાં ફસાયેલી યુવતી કે સગીરાઓની એક સ્થળથી બીજા સ્થળે રીક્ષામાં હેરાફેરી કરનાર પ્રવિણ અશોક વાણીયાને પણ ઝડપી કડક પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો