તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • મુદ્ત પૂરી થતા તંત્રએ ખાપરા કોડીયા ગુફા પાસે કરી કામગીરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્ત પૂરી થતા તંત્રએ ખાપરા કોડીયા ગુફા પાસે કરી કામગીરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
2 ગેરકાયદે મકાનો અંતે તોડી પડાયા

જૂનાગઢમાંખાપરા કોડીયાની ગુફા પાસેના બન્ને ગેરકાયદેસર મકાનોનું આજે તંત્રએ ડિમોલીશન કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

શહેરની ઐતિહાસિક ઓળખ સમી ખાપરા કોડીયાની ગુફા પાસેજ ગેરકાયદેસર રીતે બે મકાનો બનાવી લેવામાં આવ્યા હતા. જેને કારણે ગુફા તરફ જવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી. અંગેની જાણ થતા મનપાની દબાણ હટાવ શાખાએ બાંધકામોને દૂર કરવા મૌખીક સુચના આપી હતી. જો સ્વેચ્છાએ દબાણ દૂર થાય તો તંત્ર દ્વારા ડિમોલીશન કરવા પણ જણાવ્યું હતું. દરમિયાન માટેની મુદ્ત વિતી જતા કોર્પોરેશનની દબાણ હટાવ શાખાના આશીષ વાણીયા, ભરત ડોડીયા અને સ્ટાફ જેસીબી, ટ્રેક્ટર સાથે ધસી ગયો હતો અને બન્ને મકાનોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જોકે, માનવતાના ધોરણે મકાનમાં રહેતા લોકોની ઘરવખરીને નુકસાન થાય તે માટે થોડો સમય આપવામાં આવ્યો હતો. જે દરમિયાન તેમણે સ્વેચ્છાએે સામાન કાઢી લીધો હતો.દબાણ હટાવ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં પણ આવા ગેરકાયદેસર બાંધકામો હશે તેને દૂર કરવાની કામગીરી જારી રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો