તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસની માનસિક વિકૃતિએ હદ વટાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલા સુરક્ષાની વાત માત્ર કાગળ પર, કોઇને સંવેદના નથી

સોરઠમાં 3 દિ\\\'માં દુષ્કર્મની 3 ઘટના

સોરઠમાંજાણે કેટલાક સમયથી માણસની માનસિક વિકૃતિએ તમામ હદ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે.દુષ્કર્મના કેસ દિવસે દિવસે બનાવો વધી રહ્યા છે.બાંગ્લાદેશી સગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી અલગ અલગ 8 લોકોએ દુષ્કર્મ કર્યાની ઘટના હજુ સમી પણ નથી ત્યાં રવિવારે વિસાવદરના જાંબાળામાં અને આજે ફરી કોડીનારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.

મહિલા સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાઓ,જેવી મોટી મોટી વાતો કરતી સરકાર શું ખરેખર મહિલા પ્રત્યે સંવેદના ધરાવે છે કે કેમ તે એક પ્રશ્ન છે. તો બીજી તરફ પુરૂષ પ્રધાન દેશમાં મહિલાઓને આદર કે તેની સુરક્ષા તો દુર રહી પણ માનવતાને શરમાવે તેવી માનસિકતા કેટલાક પુરૂષોની થઇ ગઇ છે. માંગરોળમાં એક 14 વર્ષની સગીરા પર 21 વાર દુષ્કર્મની ઘટના ભલભલા લોકોના આંખમાં પાણી લાવે તેમ છે. જોકે ઘટના હજુ સમી પણ નથી ત્યાં રવિવારે વિસાવદરના જાંબાળા ગામે એક પરપ્રાંતિય મજુરની સગીરવયની દિકરી પર બે વખત દુષ્કર્મની ઘટના સામે આવી હતી. તો આજે પણ ગીર સોમનાથના ચોરવાડમાં પણ સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો