તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આજે વિશ્વ જળ દિવસ | જૂનાગઢવાસીઓ દોઢ સદીથી પાણી બચાવોના સંકલ્પને ચરીતાર્થ કરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ જળ દિવસ | જૂનાગઢવાસીઓ દોઢ સદીથી પાણી બચાવોના સંકલ્પને ચરીતાર્થ કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંદોઢ સદીથી 150થી વધારે ભૂગર્ભ ટાંકા દ્વારા વરસાદી પાણીની બચત થાય છે. પીવાલાયક પાણી બેથી વધુ વર્ષ ચાલે છે. પાણી પીવાથી ક્યારેય બિમાર પડ્યા નથી એવું જૂનાગઢવાસીઓ કહે છે.

22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવે છે. પાણી બચાવોનાં સંકલ્પ સાથે વૈશ્વિક સંદેશાનો ફેલાવો થાય છે. પીવાલાયક પાણીનો ઉનાળામાં પોકાર ઉઠતો હોય છે. ત્યારે જૂનાગઢનાં 150 પરિવારો દોઢ સદી પહેલા પાણી બચાવોનાં સંકલ્પને અનુસર્યા છે. જૂનવાણી બાંધકામમાં કાળમીંઢ પથ્થરમાં ભૂગર્ભ ટાંકા જોવા મળે છે. 16થી 18 ફૂટ ઉંડા અને 6થી 8 ફૂટ પહોળા ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. વરસાદી પાણી દૂષ્કાળનાં બે વર્ષથી વધુ ચાલે છે. વરસાદી પાણીનો ઉપયોગ પીવાની સાથે સાથે રસોઇ અને પુજામાં પણ થાય છે. આજે જૂના જૂનાગઢની નાગરી પદ્ધતિમાં ટાંકાનો ઉપયોગ થાય છે, જે ખરેખર જૂનવાણી લોકોની આગવી ર્દષ્ટિ અને પાણીનું મહત્વ સમજાવતો પુરાવો છે.

જૂનાગઢનાં રશ્મીબેન પંચોળીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ટાંકાનાં પાણીથી ક્યારેય પાણીજન્ય રોગચાળો લાગુ પડ્યો નથી. દર ચોમાસામાં ટાંકા હોય કે હોય પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇઅે.

ચોમાસામાં પાણીનો સંગ્રહ કરો

ભૂગર્ભ ટાંકાથી વરસાદી પાણીની થાય છે બચત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો