તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાલ પાસે અજાણ્યા વાહને યુવાનને હડફેટે લેતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચહેરો પણ અોળખવા જેવો રહ્યો

રસ્તો ઓળંગતા રાહદારીનો જીવ ગયો

જૂનાગઢનાવડાલ ચોકી પાસે ગઇકાલે પુરઝડપે આવેલા અજાણ્યા વાહને હડફેટે લેતા એક અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતુ. જોકે અા ઘટનામાં યુવાનનો ચહેરો પણ ગંભીર રીતે ચગદાઇ ગયો હતો. કે તેની અોળખ પણ થઇ શકી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જૂનાગ઼ઢના વડાલ અને ચોકી ગામ પાસે 45 વર્ષનો એક યુવાન રસ્તો અોળંગી રહ્યો હતો. તે દરમિયાન પુરઝડપે આવેલા કોઇ વાહને હડફેટ લેતા યુવાનને ગંભીર ઇજા પહોચાડતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

અકસ્માતમાં યુવાનનો ચહેરો પણ ગંભીર રીતે કચડાઇ જતા તેની અોળખ પણ થઇ શકી હતી. બનાવ બાદ ગામના ભીખાભાઇ કોટડીયાઅે તાલુકા પોલીસને જાણ કરતા મહિલા પીએસઆઇ જે.ડી. પંડ્યા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો.અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...