તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ આરટીઓ કચેરીનાં અધિકારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત ચેકીંગ કાર્યવાહી હાથ ધરાશે

જૂનાગઢ આરટીઓ કચેરીનાં અધિકારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત ચેકીંગ કાર્યવાહી હાથ ધરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20 હજાર વાહનમાં હજી નવી નંબર પ્લેટ લાગી નથી : રૂપિયા 2,000 સુધીનો દંડ થશે

હાઇસિક્યુરીટી નંબર પ્લેટ વિનાનાં વાહનો દંડાશે

જૂનાગઢઆરટીઓ કચેરીમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ વાહનમાં લગાડવામાં આવી રહી છે.પરંતુ જિલ્લામાં 20 હજાર કરતા વધુ વાહનનાં માલિકે હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ પોતાનાં વાહનમાં લગાડી નથી.આવા વાહન ચાલકો સામે આરટીઓ અને પોલીસ દ્વારાસંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવશે અને હાઇ સિક્યુરીટી વિનાનાં વાહન ચાલકને રૂપિયા 2,000નો દંડ ફટકારશે.

વાહનની સુરક્ષાને લઇ સરકારે હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ વાહનમાં લગાડવાનું શરૂ કર્યુ છે. વર્ષ 2013નાં અંતથી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાડવી ફરજીયાત કરાઇ છે.પરંતુ મોટાભાગનાં વાહન ચાલકો હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાડી નથી.જૂનાગઢ જિલ્લામાં 20,000 થી વધુ વાહન હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ વિનાનાં દોડી રહ્યા છે.તેની સામે કાર્યવાહી કરવાની તેયારીઓ તંત્રએ કરી લીધી છે. આરટીઓ ભાવેશ ખેર, જે.જે. ગોહિલનાં માર્ગદર્શનમાં આરટીઓ ઇન્સ્પેકટર એન.જે.ગોહિલ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરાશે.અને જે વાહનમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ નહી હોય તેવા વાહન ચાલકને રૂપિયા 20,000નો દંડ ફટકારવામાં આવશે.તેમજ વાહન ડીટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ઘણા વાહન ચાલકો ત્રણ-ત્રણ વર્ષથી હાઇસિક્યુરીટી નંબરપ્લેટ તૈયાર થઇ ગઇ હોવા છતાં તેને બદલાવતા નથી. બીજી તરફ આવી નંબર પ્લેટનો આરટીઓ ખડકલો છે.

રજાનાં દિવસે પણ નંબર પ્લેટ લગાડવા તાકિદ

વાહનમાલિકો નંબર પ્લેટ લગાડવા આવતા નથી.જેના કારણે આરટીઓ કચેરીમાં નંબર પ્લેટનો ઢગલો થઇ ગયો છે.ત્યારે વાહન વ્યવહાર મંત્રીએ નંબર પ્લેટ લગાડવા વિભાગને તાકીદ કરી છે.અને સવારનાં 8 થી સાંજનાં 6 વાગ્યા સુધી અવિરત કામગીરી કરવા અને રજાનાં દિવસે પણ નંબર પ્લેટ લગાડવા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...