તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ.જી.સ્કુલમાં 15 દિવસ કરેલી મહેનતનું ફળ મળ્યું

જૂનાગઢની બે પ્રા.શાળાની ત્રણ છાત્રા ત્રીજા નંબરે વિજેતા બની

ખેલમહાકુંભઅંતર્ગત જૂનાગઢમાં કોર્પોરેશન કક્ષાએ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી.જેમાં જોષીપરા પે.સે. શાળામાં અભ્યાસ કરતી પાયલ પ્રવિણભાઇ વાટલિયા, જીજ્ઞા છાત્રોડીયા અને ટીંબાવાડી પ્રા.શાળામાં અભ્યાસ કરતી દર્શના રવજીભાઇ ચાવડાએ ભાગ લીધો હતો. કોર્પોરેશન કક્ષાએ તૃતીય સ્થાન મળવ્યું હતુ. સિધ્ધી બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ, આચાર્ય કિરણબેન ગૌસ્વામી, મેંદપરા પુષ્પાબેન, મધુસુદનભાઇ બારૈયા, સીઆરસી ઇરફાનભાઇ ગરાણા,બીઆરસી રાહુલભાઇ પાનસેરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. અગે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતુ કે, એજી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે અગાઉ સતત 15 દિવસ સુધી પૂર્વ તૈયારી કરવામાં આવી હતી.આ અથાગ મહેનતનું ફળ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...