તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ જિલ્લામાં સરકારી કાર્યક્રમ શરૂ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29મીથી કેશોદ ખાતે રાજ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ

3 તવારીખોમાં 9 તાલુકાનાં ગરીબ કલ્યાણ મેળાઅો થશે

જૂનાગઢજિલ્લામાં આગામી તા. 29મીથી કેશોદ ખાતેથી ગરીબ કલ્યાણ મેળાઓનો પ્રારંભ થશે. અલગ અલગ ત્રણ તવારીખોમાં નવ તાલુકાનાં લાભાર્થીને લાભ આપવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે. તા. 29થી કેશોદ ખાતે, 30મીએ જૂનાગઢ, વંથલી અને મેંદરડા પ્રાંતમાં તો વિસાવદર પંથકમાં સવારેે 9:30 વાગ્યે લાભાર્થીને લાભ આપવામાં આવશે. એક કલાકનાં કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત પ્રવચન, દીપ પ્રાગ્ટય, કન્યા કેળવણી નીધિ ચેક અર્પણ, લાભાર્થીઓનાં પ્રતિભાવો, ઉપસ્થિત મંત્રીનું ઉદબોધન, સ્ટેજ પર ટોકન ચેક વિતરણ વગેરે કાર્યક્રમો કરવામાં આવશે.

કાર્યક્રમનું આયોજન સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યુ છે. ત્રણ દિવસમાં નવ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. કેશોદમાં સંસદીય સચિવ બાબુભાઇ પટેલ, જૂનાગઢમાં રાજ્યમંત્રી જશાભાઇ બારડ, મેંદરડામાં જેઠાભાઇ સોલંકી, વિસાવદરમાં મંત્રી બાબુભાઇ બોખીરીયાનાં હસ્તે કાર્યક્રમની ઉજવણી કરાશે.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ કરવામાં અાવી રહ્યો છે. કોંગ્રેસ આક્ષેપ કર્યો છે કે સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે અને ગરીબ કલ્યાણ મેળા યોજી તાયફા કરે છે.

અન્ય સમાચારો પણ છે...