તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25 જેટલા યોગ શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

જૂનાગઢમાં યોગ શિક્ષક માટેની ખાસ પ્રશિક્ષણ શિબિર સંપન્ન

સ્વસ્થભારત અભિયાન અંતર્ગત ગામડે ગામડે યોગ શિક્ષકો તૈયાર કરવામાં આવી રહ્યા છે તેના અનુસંધાને જૂનાગઢના ભૂતનાથ સત્સંગ હોલ ખાતે બે દિવસીય ખાસ તાલીમ શિબીરનું આયોજન કરાયું હતુ. જેમાં પતંજલી યોગ સમિતિના વિનોદ શર્મા, હારુનભાઇ,કાર્યકારીણી સદસ્ય સાજીદાબેન ખોખરનાં હસ્તે 25 યોગ શિક્ષકોને સહ શિક્ષકનાં પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી 25 દિવસની યોગ પ્રશિક્ષણ શિબિરોની શૃંખલા બાદ બે દિવસની ખાસ શિબિરનું આયોજન કરાયું હતું. તા.25ના યોજાયેલા સન્માન સમારોહમાં જૂનાગઢનાં યોગ પ્રેમી જનતાઅે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પતંજલી યોગ સમીતીના ગુજરાત રાજય પ્રભારી વિનોદજી શર્માએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 40 થી વધું સ્થળોએ નિ:શુલ્ક યોગ શિબિરો ચાલી રહી છે અને લોકોને નિસ્વાર્થ ભાવે યોગ શિખવવામાં આવી રહ્યા છે. જેમાં હવે નવ નિયુકત યોગ શિક્ષકો નવા યોગના ક્લાસ શરૂ કરશે. પ્રમાણ પત્ર એનાયત કરતા મેયર જિતુભાઇ હિરપરાઅે જણાવ્યું હતું કે, રામદેવ મહારાજે દુનિયાભરમાં યોગનો પ્રચાર કરી દેશને વિશ્વગુરૂ બનાવી દીધો છે.

યોગ તાલિમ શિબીરનાં આયોજનને સફળ બનાવવા માટે પતંજલિ યોગ સમિતિના અને ભારત સ્વાભિમાનનાં સાજીદાબેન ખોખર, યુવા ભારતનાં દિપકભાઇ આર્ય, ચેતનાબેન ગજેરા, રેણુકાબેન શુક્લા, કિશાન પંચાયતના નારણભાઇ ડોબરીયા, કાંતિભાઇ કીકાણી અને પ્રવિણભાઇ પાઠકે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...