તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ કો.ઓ.બેંકની 46મી વાર્ષિક સાધારણ સભા મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા અને વિસાવદરમાં બેંકની નવી શાખા શરૂ થશે

બેંકને 141.59 લાખના નફા સાથે સભાસદોને 15 ટકા ડિવીડન્ડ જાહેર

ધીજૂનાગઢ કો-ઓપ. બેંકની સને 2015-16ની 46મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.સભાની શરૂઆતે આતંકી હૂમલા માં શહીદ થયેલા જવાનો અને પ્રમુખ સ્વામિ મહારાજને મેોન પાળી શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી.

બેંકના ચેરમેન વસંતરાયએ જણાવ્યુ હતુ કે બેંકનું શેર ભંડોળ રૂ.285.62 લાખ, થાપણો રૂા. 11197.98 લાખ, ધિરાણો રૂા. 6535 .72 લાખ તેમજ ચોખ્ખો નફો રૂા. 141.59 લાખનો થયો છે.

બેંકના પુર્વ ચેરમેન ડોલરભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બેંકે સભાસદોને મહતમ 15 ટકા ડિવીડન્ડ તેમજ મેંદરડા અને વિસાવદરમાં બેકીંગ સુવિધા માટે આધુનિક ટેક્નોલોજી સભર ટુંક સમયમાં બે નવી શાખાનો શુભારંભ તથા જૂનાગઢમાં બેંકની હેડ ઓફીસ માટે આધુનિક બિલ્ડીંગ બનાવવાની કામગીરી હાથ ધરી છે. ગ્રાહકોને ઉતમ સેવાઓ દ્વારા નાણા ડીપોઝીટ તથા બારકોડેડ કીયોસ્કી પાસબુક પ્રિન્ટર, ટેગ બેકીંગ તથા સી-કેવાયસી સુવિધાનો શુભારંભ કરવા કટીબદ્ધ છીઅે.

આમ ગુજરાતભરની અર્બન બેંકોમાં સહકારી ભાવનાની આગવી અોળખ ઉભી કરવા સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. પ્રસંગે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં ડાયરેકટર જેઠાભાઇ પાનેરાએ બેંકની વિકાસગાથામાં યોગદાન અાપનાર ડોલરભાઇ કોટેચાની સહકારી ભાવનાને બીરદાવી હતી. જ્યારે હાજર રહેલા સભાસદો, થાપણદારો તથા શુભચીંતકોનો અાભાર બેંકનાં વાઇસ ચેરમેન પી.ડી.ગઢવીએ વ્યક્ત કર્યો હતો.જયારે સભાનું સંચાલન રાજેશભાઇ મારડીયાએ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...