તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉના બે શખ્સ પણ હજુ રિમાન્ડ પર

ઝડપાયેલા ત્રણ શખ્સના 6 દિવસના રિમાન્ડ મળ્યા

જૂનાગઢમાંચકચારી ત્રિપલ મર્ડરની ઘટનામાં બે શખ્સને ઝડપી લીધા બાદ શનિવારે વધુ ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. અને આજે તમામ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય શખ્સના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો બીજી તરફ અગાઉ ઝડપાયેલા બે શખ્સના પણ રિમાન્ડ ચાલુ છે.

જૂનાગઢના ઝફર મેદાનમાં થયેલા ત્રણ યુવાનની ઘાતકી હત્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. અને પ્રથમ બે શખ્સને ઝડપી લીધા બાદ તેઓને આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન શનિવારે સાંજે પોલીસે રામા દેવાયત મોરી, પોલા બાલા મોરી તથા સુખા ગરચર રબારી ને ઝડપી લીધા હતા. આજે ત્રણેય શખ્સના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરાયા હતા.અને આરોપીની પુછપરછ માટે 6 દિવસના રિમાન્ડ માટે મેજેસ્ટ્રીટ સમક્ષ માંગ કરી હતી. મેજેસ્ટ્રીટે તમામને 1 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. ઉપરાંત પોલીસે હત્યામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા અનેક વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...