તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સીબીઆઇની ગાળો સહન કરી, પાંચ કરોડ લઇ લીધા હોત તો મને આરોપી બનાવત

સીબીઆઇની ગાળો સહન કરી, પાંચ કરોડ લઇ લીધા હોત તો મને આરોપી બનાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2002માં બિલ્કીસ બાનુ કેસમાં પહેલાં સાક્ષી અને પછી આરોપી બનાવાયેલા નિવૃત્ત પીઆઇનો આર્તનાદ

વર્ષ2002 માં ગોધરાકાંડ અને તેને પગલે થયેલા કોમી તોફાનીની યાદ તમામ ગુજરાતીઓનાં આજેય રૂંવાડાં ખડા કરી દે અેવી છે. માંડ ભૂલાયેલા દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગિરીમાં જોડાયેલા કેટલાય પોલીસ કર્મચારીઓ માટે દિવસો અતિ કપરા હતા. આવા દિવસોમાં સંયોગોને લીધે બિલ્કીસ બાનુ કેસમાં સાક્ષી બની ગયેલા મુસ્લિમ પોલીસ કર્મચારીને સીબીઆઇએ કેવી ખોટી રીતે ફસાવી દીધા અને તેને લીધે પોતાને જેલવાસ વેઠવો પડ્યો તેની કથની વર્ણવી છે.

જૂનાગઢમાં નિવૃત્ત જીવન ગાળતા પીઆઇ આઇ. એ. સૈયદ કહે છે, 2002 નાં કોમી તોફાનો વખતે હું દાહોદ જિલ્લામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો. ગુજરાતનાં ચકચારી બિલ્કીસ બાનુ કેસની તપાસ સીબીઆઇનાં અધિકારીઓ ચલાવતા હતા. કેસમાં હું જે કાંઇ જાણતો હતો એટલા પૂરતો હું સાક્ષી હતો. પરંતુ સીબીઆઇનાં અધિકારીઓએ કોઇ કારણોસર સત્ય શોધવાને બદલે એક ઉપજાવી કાઢેલી સ્ટોરીને સાબિત કરવાનાં પ્રયત્નોમાં મને ભૂંડી ગાળો દેવાનું શરૂ કર્યું. હું સહન કરી શક્યો. અને મારે સીબીઆઇનાં અધિકારીઓ સાથે ઝપાઝપી સુધી વાત પહોંચી.

જો તેઓની ગાળો મેં સહન કરી લીધી હોત. અને તેઓએ ખોટું નિવેદન આપવાનાં બદલામાં પ્રમોશન સાથે મુંબઇમાં પોસ્ટીંગ અને 5 કરોડ રૂપિયા રોકડા આપવાની લાલચમાં ફસાયો હોત તો મને તેઓ આરોપી બનાવત. પરંતુ હું તેઓની વાતમાં આવ્યો એટલે મને આરોપી બનાવી દીધો. મારા જેવા અન્ય પોલીસ કર્મચારીઓ અને બે તબીબોને પણ તેને લીધે જેલવાસ વેઠવો પડ્યો. પણ હવે હું સત્ય બહાર લાવવા માંગું છું. અને તેની તમામ મોરચે ન્યાય મેળવવા રજૂઆતો કરવાનો છું.

અન્ય સમાચારો પણ છે...