તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મધુરમમાં પ્રાથમિક સુવિધા મુદે લોકોએ ફરી કર્યો ચક્કાજામ

મધુરમમાં પ્રાથમિક સુવિધા મુદે લોકોએ ફરી કર્યો ચક્કાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનોસૌથી ઝડપી વિકસતો વિસ્તાર મધુરમ,ટીંબાવાડી બાયપાસ વિસ્તાર છે. પરંતુ વિસ્તારનો મહાનગર પાલીકામાં ભળ્યાં બાદ પણ વિકાસ થયો નથી. તેમા પણ ખાસ કરીને ચોમાસામાં મધુરમ વિસ્તારની દયનીય સ્થિતી થાય છે.

રસ્તા ઉપર વાહન ચલાવવા પણ મુશ્કેલ બને છે. તેમજ મધુરમ વિસ્તારમાં ગટર અને પાણીની લાઇન માટે રસ્તા ખોદી નાખવામાં આવ્યાં છે. જેના કારણે ચોમાસામાં ખરાબ હાલત થઇ છે. તેમજ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પ્રાથમિક સુવિધા મુદે થોડા દિવસ પહેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો. લોકોમાં રોષ હોવા છતા તંત્રએ કોઇ કામગીરી કરતા ફરી લોકોમાં રોષ ફેલાયો હતો. આજે ફરી મધુરમનાં લોકોએ ચક્કાજામ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...