તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદર પાલિકા લઘુમતીમાં આવ્યાની વાતો તથ્યહીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનાંનેતાઓ દ્વારા વિસાવદર કોંગ્રેસ પ્રેરીત નગરપાલિકા લઘુમતિમાં આવી ગયાની સત્યથી વેગળી જાહેરાત કરી હતી. જેને કોંગ્રેસનાં એક પણ સભ્યએ સમર્થન નથી આવ્યું કોંગ્રેસ 11 - 11 સભ્યો કોંગ્રેસની સાથે છે. ભાજપ પોતાનું ઘર સંભાળે અને બીજાની ચિંતા કરે એવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રિબડીયાએ જણાવ્યું હતું.

છેલ્લા બે વર્ષોથી ખેડુતો અને ગરીબોમાં ભાજપ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપની વાહિયાત વાતોથી કોંગ્રેસનાં નેતાઓકે જનતા ભ્રમમાં આવવાની નથી. કોંગ્રેસ પક્ષનો એક-એક કાર્યકર હર હંમેશ લોકોની નિસ્વાર્થ ભારે સેવામાં રહે છે. કાર્યકરો સ્વાર્થી નથી કે પક્ષ પલ્ટો કરે ઉપરાંત કોંગ્રેસનાં 11 સભ્યોએ જણાવ્યું હતુ કે તેઓ કોંગ્રેસનાં સીમ્બોલ ઉપર ચૂંટણી જીત્યા હોય કોંગ્રેસ પક્ષમાં રહેશે. અને વિસાવદર નગરપાલિકામાં પાંચ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન અકબંધ રહેશે. ભાજપને દુ:ખે છે પેટ અને કુટે છે માથું.

અન્ય સમાચારો પણ છે...