• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરમાં ફોર વ્હીલનાં શો રૂમની પેઢી કરોડોનું કરી ઉઠી ગઇ

જૂનાગઢ શહેરમાં ફોર વ્હીલનાં શો રૂમની પેઢી કરોડોનું કરી ઉઠી ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કેટીંગ યાર્ડ રોડ પર એક ફોર વ્હીલનો શોરૂમ આવેલો છે. પરંતુ આ શોરૂમ એક સપ્તાહથી બંધ છે. શોરૂમનાં માલિકે જૂનાગઢમાંથી અનેક લોકો પાસેથી રૂપિયા લીધા હતાં. હાલ શોરૂમ અને માલિકનાં ઘરે તાળા હોય લોકોનાં રૂપિયા ડુબી ગયા છે. એક ચર્ચા મુજબ જૂનાગઢનાં અનેક લોકોનાં કરોડો રૂપિયા ડુબી ગયા છે. એટલું નહી કૃષિ યુનિવર્સિટીનાં નિવૃત કર્મચારી હરીભાઇ ભગવાનભાઇ કાચાનાં 12 લાખ રૂપિયા ડુબી ગયા છે. હરીભાઇએ કહ્યું હતું કે, 16 ડિસેમ્બર 2012માં શોરૂમનાં માલિકને ધંધામાં જરૂર હોય મારી પાસેથી હાથ ઉંછીનાં 12 લાખ રૂપિયા માંગતા મે રૂપિયા 12 લાખ આપ્યાં હતાં. તેના બદલમાં પાંચ લાખનાં બે અને બે લાખનો એક ચેક મને આપ્યો હતો. હાલ તેનો શોરૂમ બંધ છે અને ફોન લાગતો નથી. આ ઉપરાંત બે લાખનો ચેક બેંકમાંથી પરત આવ્યો છે. મે મરણ મુડીનાં 12 લાખ રૂપિયા આપ્યાં હતાં. હાલ શોરૂમનાં માલિકનો કોઇ પત્તો નથી. તેમજ મને આપઘાત કરવાનો પણ વિચાર આવે છે.

અન્ય સમાચારો પણ છે...