તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં બેવડી હત્યાનાં મુખ્ય આરોપી સહિત 6 જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં બેવડી હત્યાની ઘટનામાં મુખ્ય આરોપી સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. જોકે આ ઘટનામાં મુખ્ય આરોપીને પોરબંદર પોલીસે ઝડપી લીધો હતો અને એ-ડીવીઝન પોલીસને સોંપ્યો હતો. તમામ છ શખ્સોને કોર્ટમાં રજુ કર્યા હતાં.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં વાંજાવડમાં ચોરીની શંકા રાખી રોહિત રમેશભાઇ વાઘેલા, સીરોઝ ઉર્ફે ઉંદરડી રફીક નાગોરી, િકશન ઉર્ફે બીટુ રમેશભાઇ પરમારનું અપહરણ કરી માર માર્યો હતો અને વીજ શોક આપ્યો હતો. જીવલેણ હૂમલામાં સીરોજ ઉર્ફે ઉંદરડી અને કિશન ઉર્ફે બીટુનું મોત થયું હતું. બન્નેની લાશને કોથળામાં સીવી ભવનાથનાં જંગલ વિસ્તારમાં ફેકી દીધી હતી. આ ઘટનામાં આગાઉ પોલીસે રમેશ ઉર્ફે મુન્ના બચુભાઇ બોરીચા, શૈલેષ ઉર્ફે ટાટમ જમનદાસ ટાટમીયા, સંજય ઉર્ફે બગી રામભાઇ, જુનેદ કસાઇ, મહિપત નાજભાઇ બસીયાની અટક કરી હતી. પરંતુ મુખ્ય આરોપી ખારવા કોળી અને તેને મદદ કરનારને પકડવાનાં બાકી હતી. ત્યારે જૂનાગઢ પોલીસે હાર્દિક અરવિંદ ભાદરકા, મહેશ રાવલ, ભુપેન્દ્ર તન્ના, સુધીર ઉર્ફે લાલો બાલુભાઇ ડાભી, નીતીન ઉર્ફે મચ્છર ચંદુભાઇ ચાવડાને પકડી પાડ્યાં હતાં.

જયારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુન્નો ઉર્ફે ખારવા કોળીને પોરબંદર પોલીસે પોરબંદરમાંથી ઝડપી લીધો હતો અને જૂનાગઢ એ-ડીવીઝન પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામાં પોલીસે કુલ 11 લોકોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ ડીવાયએસપી એમ.એસ.રાણા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...