• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પાણીની તૂટેલી પાઈપને લઈ માતા પુત્રનો યુવતી પર હુમલો

પાણીની તૂટેલી પાઈપને લઈ માતા-પુત્રનો યુવતી પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર એપાર્ટમેન્ટમાં યુવતિને માર પડ્યો હતો. ગટરનાં તુટેલા પાઈપને લઈને બબાલ કરતા મા દિકરાએ યુવતિ પર નિર્લજ્જ હુમલો કરી દિધો હતો. યુવતિએ હુમલો કરનાર પોતે સ્કુલ જતી હોય ત્યારે પીછો કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ગીતાજંલી હાઉસિંગ બ્લોકમાં રહેતી યુવતિ પર તેના જ એપાર્ટમેન્ટમાં નીચેના માળે રહેતા સમીર અને મેમુદાબેન મતવાએ ગટરના પાણીનો પાઈપ તુટેલો હોવાની માથાકુટ થયા બાદ યુવતિને મા દિકરાએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે સમીર નામના યુવકે યુવતિનું ટીશર્ટ ફાડી નાખી નિર્લજ્જ હુમલો કર્યો હતો. આ અંગે યુવતિએ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. અને એ પણ આક્ષેપ કર્યો છે કે, પોતે સ્કુલે જતી હોય ત્યારે આરોપી યુવક તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...