• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પોલીસ અને પ્રજા વચ્ચેનંુ અંતર દુર કરી પ્રજામાં વિશ્વાસ પેદા કરવા IGની અપીલ

પોલીસ અને પ્રજા વચ્ચેનંુ અંતર દુર કરી પ્રજામાં વિશ્વાસ પેદા કરવા IGની અપીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી દ્વારા રેન્જના જુનાગઢ,પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાના એસપી અને ડીવાયએસપી સાથે કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. .

સમિક્ષા બેઠકમાં જુનાગઢ રેન્જના આઈજીપીએ મોટા શહેરમાં ટ્રાફીક સમસ્યા, રોમીયોગીરી ઉપર અંકુશ લાવવા તેમજ દરરોજ ત્રણ-ત્રણ કલાક ટ્રાફીક ચેકીંગ, ફુટ પેટ્રોલીંગ અસર કારક રીતે કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત માદક દ્રવ્યો ની ગેરકાયદેસર હેરાફેરી/વેંચાણ અટકાવવા,એક્સપ્લોઝીવ દ્રવ્યોનું ગેરકાયદેસર વેંચાણ અટકાવવા અંગે સુચના આપી હતી. ગેરકાયદેસર ખનીજ ચોરી, પોલીસ દ્વારા નિયમિત નાઇટ રાઉન્ડ, નિયમિત વાહન ચેકીંગ, નિયમિત ફુટ પેટ્રોલીંગ, નિયમિત મોટર સાયકલ પેટ્રોલીંગ, પ્રોહિબીશન/જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સખ્ત કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા પણ સુચન કર્યું હતું. પોલીસ અધિકારીઓએ પ્રજા સાથે શિષ્ટચારભર્યુ વર્તન રાખવા જણાવ્યું હતું. કોસ્ટલ સિકયુરીટી તેમજ દરીયાઇ સુરક્ષા અંગે એકસન પ્લાન તૈયાર કરી કાર્યવાહી કરવા રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. આઈજીપી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જુનાગઢ રેન્જ હેઠળના ત્રણેય જીલ્લાઓ સંકલિત થઇ એક ટીમ તરીકે ભય કે માનસિક તાણ વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર ગુનેગારોને ડામી પોલીસ અને પ્રજા વચ્ચેનુ અંતર દુર કરી પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ પેદા કરી કામગીરી કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...