તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ સિવીલ હોસ્પિટલ પાસે ફરી દબાણ દુર કરવામાં આવ્યા

જૂનાગઢ સિવીલ હોસ્પિટલ પાસે ફરી દબાણ દુર કરવામાં આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સિવીલ હોસ્પિટલ પાસે ફરી દબાણો દુર કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈ તંત્ર એટલું તો સફાળું જાગ્યું છે કે 4 મહિના સુધી જે વિભાગોને નામકરણ નહોતું કરવામાં આવ્યું તેના માટે ઠેર ઠેર બોર્ડ લગાડવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ પાસે તંત્ર દ્વારા ફરી દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય પહેલા પણ મોદીના આગમનને લઈ દબાણો દુર કરવામાં આવ્યા હતાં જોકે જુલાઈ મહિનાનો કાર્યક્રમ રદ્દ થતા ફરી દબાણો ખડકી દેવાયા હતા. જોકે એમ કહી શકાય કે મોદીના જૂનાગઢ પ્રવાસ બાદ લારી અને ગલ્લા વાળા ફરી પોતાનું સ્થાન લઈ લેશે. એક તરફ લારી ગલ્લાના ધંધાર્થીઓ પણ બિલાડીના બચ્ચાની જેમ સ્થાળતંર કરી થાકી ગયા છે અને કાયમી જગ્યા આપવા માંગ કરી રહ્યા છે. આ તરફ 20 દિવસની અંદર બીજી વખત બનાવાયેલા રોડથી પાછા બનેલા રોડની ગુણવતા પર ચોક્કસ સવાલ પેદા થાય છે.

અન્ય સમાચારો પણ છે...