• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બિલખામાંથી 84 કટ્ટા ઘઉંનો શંકાસ્પદ જથ્થો સીઝ, 2ની અટક

બિલખામાંથી 84 કટ્ટા ઘઉંનો શંકાસ્પદ જથ્થો સીઝ, 2ની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલખામાંથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી 84 કટ્ટા ઘઉંનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો હતો. આ શંકાસ્પદ ઘઉં પ્રકરણમાં મામલતદારે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે 3.77 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો.

બિલખામાં પીએસઆઇ સોલંકી અને સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન વાહન ચેકિંગમાં ટ્રક નં.જીજે-11-એકસ-9187માં ગેરકાયદેસર રીતે આધારપુરાવા કે બિલ વગરનાં ઘઉં ભરેલા 84 કટ્ટા જોવા મળતા બિલખાનાં સોયેબ સિદીક માલવીયા અને અલારખા બોદુ મોદીની પુછપરછમાં કોઇ આધારપુરાવા રજુ કરી ન શકતા પોલીસે 4530 કિલોગ્રામ વજનનાં ઘઉંનાં 84 બાંચકા અને ટ્રક સહિત કુલ રૂ.3,77,010નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે તંત્રને જાણ થતાં જૂનાગઢ મામલતદારે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘઉંનો જથ્થો રેશનીંગનો હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...