• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નિચલા દાતાર વિસ્તારની પેશકદમી દૂર કરાવવા ગુરૂવારે રેલી, આવેદન

નિચલા દાતાર વિસ્તારની પેશકદમી દૂર કરાવવા ગુરૂવારે રેલી, આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ઉપલા દાતારની જગ્યામાં જવાના નિચલા દાતારથી લઇને વન વિભાગના થાણા સુધીના માર્ગમાં પેશકદમી કરવામાં આવી છે. પેશકદમીના કારણે જગ્યા પર જવાનો માર્ગ સાંકડો થઇ જતા ભાવિકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. આ મામલે 8 માસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રાધિન રહેતા આખરે રેલી કાઢી આવેદન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ઉપલા દાતારની જગ્યાના મહંત વિઠ્ઠલબાપુએ જણાવ્યું હતું કે 8માસની રજૂઆત છતાં કોઇ કામગીરી કરવામાં ન આવતા રેલી અને આવેદનના કાર્યક્રમ કરવામાં આવશે. 9 ઓગસ્ટને ગુરૂવારે સવારે 10 વાગ્યે કાળવા ચોકથી રેલી કરવામાં આવશે જે એમજી રોડ, આઝાદ ચોકથી કોર્પોરેશન ખાતે જશે અને કમિશ્નરને આવેદન આપશે. બાદમાં તળાવ દરવાજા, નરસિંહ મહેતા સરોવર અને સરદાર બાગ થઇ રેલી કલેકટર કચેરીએ જશે અને કલકેટરને આવેદન આપશે. આ રેલીમાં દાતાર સેવકો, સાધુ - સંતો જોડાશે. જયારે ઉપલા દાતારની પરંપરા મુજબ ઉપલા દાતારના મહંત અને લઘુમહંત કયારેય નિચે ઉતરતા ન હોય ઉપલા દાતાર ખાતે પ્રતિક ઉપવાસ કરશે. રેલી, પ્રતિક ઉપવાસ છતાં પણ પેશકદમી દુર કરવામાં નહિ આવેે તો આગળના કાર્યક્રમો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...