• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આખરે PGVCL ખાતે ઉજાલા ગુજરાતના બલ્બ બદલવાની કામગીરી શરૂ કરાઇ

આખરે PGVCL ખાતે ઉજાલા ગુજરાતના બલ્બ બદલવાની કામગીરી શરૂ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ પીજીવીસીએલની ઓફિસમાં ઉજાલા ગુજરાતના બલ્બ, ટ્યુબલાઇટ અને પંખા સહિતના ઇલેકટ્રીક ઉપકરણો વેંચવામાં આવ્યા હતા. આ ઇલેકટ્રીક ઉપકરણોપર 2 થી 3 વર્ષની વોરંટી આપવામાં આવી હતી. જોકે બાદમાં એજન્સી કોઇ કારણોસર ગાયબ થઇ જતા અનેક ગ્રાહકો ઇલેકટ્રીક ઉપકરણો બદલાવા માટે ધક્કા ખાધા હતા. આ અંગે જૂનાગઢના જનમત ગ્રુપે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર પી.એન.આજકીયાને રજૂઆત કરી હતી. જેને દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરી લોક સમસ્યાને વાચા આપી હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ઉજાલા ગુજરાતની એજન્સીમાં દોડધામ મચી ગઈ હતી. અને શહેરના આઝાદ ચોક ખાતેની પીજીવીસીએલની ઓૅફીસ ખાતે બલ્બ બદલવાની કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...