જૂનાગઢમાં હદપારી ભંગ બદલ 3 શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પોલીસે જુદા જુદા ત્રણ સ્થળેથી હદપારીના ભંગ બદલ 3 શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો સામેે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ સહિત અમરેલી, પોરબંદર, રાજકોટ, ગીરસોમનાથ જિલ્લામાં હદપાર કરાયેલા શખ્સ નિરજ ઉર્ફૅે ટારજન ડાયાભાઈ પરમારને તેના ઘર પ્રદિપના ખાડીયા વિસ્તારમાંથી હદપારીના ભંગ બદલ ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રદિપ સિનેમા વિસ્તારમાં પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલા કિશોર સોમા સોલંકીને હદપારીના ભંગ બદલ ઝડપી લીધો હતો. આ ઉપરાંત અન્ય ત્રીજા શખ્સ સંદીપ ઉર્ફે લાલીયાને હદપાર કરાયેલ હોવા છતાં પણ કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર જૂનાગઢના પંચેશ્વર રોડ પાસેથી હદપારીના ભંગ બદલ ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા ત્રણેય શખ્સો સામે એ ડીવીઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...