• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કોંગ્રેસમાં રાજીનામાંનો દોર, 249 બુથ જનમિત્રોના રાજીનામા

કોંગ્રેસમાં રાજીનામાંનો દોર, 249 બુથ જનમિત્રોના રાજીનામા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ 249 બુથ જનમિત્રોએ રાજીનામાં આપી દેતા કોંગ્રેસમાં નવનિયુકત પ્રમુખને લઇ ચાલતો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.આ અંગે જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રવકતા અને મહામંત્રી કાન્તીભાઇ બોરડે જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષ વિરડાના સ્થાને વિનુભાઇ અમીપરાની થયેલી નિમણુંકનો વિરોધ હજુ શમ્યો નથી. આ નિમણુંકના વિરોધમાં અગાઉ સંગઠનના 93 અને 249 બુથ જનમિત્રોએ રાજીનામાં ધરી દીધા છે.

જોકે તેમ છતાં મોવડી મંડળના પેટનું પાણી પણ ન હલતા કોંગ્રેસી કાર્યકરોમાં રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇને વધુ 249 બુથ જનમિત્રોએ રાજીનામાં આપી દીધા છે. કાન્તીભાઇ બોરડે વધુમાં જણાવ્યું હતું કે જો હજુ મોવડી મંડળ યોગ્ય નિર્ણય નહિ લે તો આગામી સમયમાં મહિલા કોંગ્રેસ સેલ, એનએસયુઆઇ, સેવાદળ, બક્ષીપંચ, લીગલ સેલ, એસસી સેલના હોદેદ્દારો પણ રાજીનામાં આપી દેશે. આગામી 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી સુધી પ્રમુખ બદલવા યોગ્ય ન હોવાનો તમામ કોંગ્રસીઓનો સૂર છે.

અન્ય સમાચારો પણ છે...