વડાલમાં જર્જરીત આંગણવાડીમાં ભણે છે બાળકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલ : જૂનાગઢનાં વડાલ ગામમાં આંગણવાડી કાર્યરત છે. પરંતુ આંગણવાડીનું મકાન જર્જરીત હાલતમાં છે. છતમાંથી પોપડા પડી રહ્યાં છે. ચોમાસામાં વરસાદનું પાણી પણ ટપકે છે. આંગણવાડીનાં ભવનને લઇ અનેક વખત રજુઆત કરાઇ છે. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે મોટી દૂર્ઘટના સર્જાય તે પહેલા આંગણવાડીનું ભવન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેમજ નવું ભવન ન બને ત્યાં સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે. તસ્વીર - મનીષ જોશી

અન્ય સમાચારો પણ છે...