• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 23મીએ PM મોદી જૂનાગઢમાં, સિવિલ હોસ્પિટલનું કરશે ઉદ્દઘાટન

23મીએ PM મોદી જૂનાગઢમાં, સિવિલ હોસ્પિટલનું કરશે ઉદ્દઘાટન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 20 જુલાઇનાં ગુજરાતનાં પ્રવાસે આવવાનાં હતાં. પરંતુ ગુજરાતમાં ભારે વરસાદનાં પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ રદ થયો હતો. ગુજરાતનાં પ્રવાસની સાથે જૂનાગઢમાં વિવિધ કામોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કરવાનાં હતાં. પરંતુ આ કાર્યક્રમ રદ થયો હતો. ફરી વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 23 ઓગષ્ટનાં જૂનાગઢનાં પ્રવાસે આવી રહ્યાં છે. જૂનાગઢમાં વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જૂનાગઢમાં આવતા વડાપ્રધાન જૂનાગઢમાં પશુ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, સિવીલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસીંગ, વેરાવળ ફીશરીઝ કોલેજની હોસ્ટેલ સહિતનાં 350 કરોડનાં કામોનું લોકાર્પણ અને ઉદ્ધાટન કરશે. આ અંગે કલેકટર ડો. સૌરભ પારધીએ કહ્યું હતું કે, 23 ઓગષ્ટનાં વડાપ્રધાન જૂનાગઢ આવી રહ્યાં છે અને બીલખા રોડ પર વડાપ્રધાનનો કાર્યક્રમ થશે.

બીલખા રોડ પર જાહેર સભા થશે : કરોડોનાં કામોનું લોકાર્પણ કરશે
જુલાઇમાં નરેન્દ્ર મોદીનાં પ્રવાસને લઇ લારી-ગલ્લાઓ હટાવવામાં આવ્યાં હતાં. પરંતુ તેમનો કાર્યક્રમ રદ થયા ફરી નાના વેપારીઓ રસ્તા પર આવી ગયા હતાં. હવે 23મીનાં વડાપ્રધાન જૂનાગઢ આવતા હોય ફરી સફાઇ કરશે અને લારી-ગલ્લા હટાવવાની કામગીરી પણ શરૂ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 20 જુલાઇનાં ગુજરાતનાં પ્રવાસે આવવાનાં હતાં. પરંતુ ગુજરાતમાં ભારે વરસાદનાં પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ રદ થયો હતો. ગુજરાતનાં પ્રવાસની સાથે જૂનાગઢમાં વિવિધ કામોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કરવાનાં હતાં. પરંતુ આ કાર્યક્રમ રદ થયો હતો. ફરી વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 23 ઓગષ્ટનાં જૂનાગઢનાં પ્રવાસે આવી રહ્યાં છે. જૂનાગઢમાં વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જૂનાગઢમાં આવતા વડાપ્રધાન જૂનાગઢમાં પશુ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, સિવીલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસીંગ, વેરાવળ ફીશરીઝ કોલેજની હોસ્ટેલ સહિતનાં 350 કરોડનાં કામોનું લોકાર્પણ અને ઉદ્ધાટન કરશે. આ અંગે કલેકટર ડો. સૌરભ પારધીએ કહ્યું હતું કે, 23 ઓગષ્ટનાં વડાપ્રધાન જૂનાગઢ આવી રહ્યાં છે અને બીલખા રોડ પર વડાપ્રધાનનો કાર્યક્રમ થશે.

અન્ય સમાચારો પણ છે...