તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ખેતીની 12 જમીન બીનખેતી થઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટ્રોલપંપ, કવોરીઝ માટે કુલ 1.25 લાખ ચોરસ મીટર ખેતીની જમીનને બીનખેતી કરાઇ

જૂનાગઢજિલ્લામાં રહેણાંક, ઔધોગિક, ક્વોરીઝ અને પેટ્રોલપંપ માટે ખેતીની જમીનને બીનખેતી કરવાની અરજીઓ આવતી હોય છે. જેમાં જિલ્લાભરમાંથી 12 ખેતીની જમીનની અરજીને મંજુરી મળતા 1.25 લાખ ચોરસ મીટર જમીન બીનખેતી કરાઇ છે. જિલ્લામાં કારોબારીની બેઠકમાં શાસક પક્ષ દ્વારા દર બે મહિને કામોની બેઠક મળે છેે. જેમાં ખેતીની જમીનને બીનખેતી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. માર્ચ માસની બેઠકમાં જિલ્લાભરમાંથી કુલ 12 ખેતીની જમીનને બીનખેતી કરવામાં આવી છે. જેમાં 5 રહેણાંક વિસ્તાર માટે, 3 આૈધોગિક વિસ્તાર માટે, 3 લાઇમ સ્ટોન ક્વોરીઝ માટે અને 1 પેટ્રોલપંપ માટે બીનખેતી કરવાની અરજીઓ મંજુર કરવામાં આવી છે. ખેતીની જમીનની આજુબાજુનાં વિસ્તારમાં અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન નથી એવી ખાતરી કરાઇ છે.

{ રહેણાંક વિસ્તારની અરજીમાં 43,104 ચોરસ મીટર બીનખેતી થઇ. જેમાં માળીયા હાટીના, મેંદરડા, કેશોદનાં અજાબ, ભેંસાણનું ગળથ અને વંથલીનાં નરેડી ગામનો સમાવેશ થાય છે.

{ ઔધોગિક સ્થાપનાની અરજીમાં 53,318 ચોરસ મીટર બીનખેતી થઇ. જેમાં કેશોદ તાલુકાનાં સોંદરડા અને કેવદ્રા ગામનો સમાવેશ થાય છે.

{ લાઇમ સ્ટોન ક્વોરીઝ માટેની અરજીમાં 26,593 ચોરસ મીટર બીનખેતી થઇ. જેમાં માંગરોળનાં આંત્રોલી, દિવાસા અને માળીયાનાં કુકસવાડાનો સમાવેશ થાય છે.

{ માંગરોળ મુકામે પેટ્રોલપંપ બનાવવા માટે 2030 ચોરસ મીટર જમીન બીનખેતી જાહેર થઇ છે.

કઇ અરજીમાં કેટલી જમીન બીનખેતી થઇω

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો