તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જિલ્લાના 9 માંથી 5 તાલુકાના મગફળી ખરીદી કેન્દ્રોમાં ગેરરિતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 9 માંથી 5 તાલુકાના મગફળી ખરીદી કેન્દ્રોમાં ગેરરિતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેરરિતી કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ

જૂનાગઢજિલ્લામાં તમામ શિયાળુ પાકોનું વિપુલ માત્રામાં ઉત્પાદન થયેલ છે. પરંતુ સરકારના પરિપત્ર મુજબ ખરીદ કેન્દ્રો ખુલતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી.ઉપરાંત જયાં ખરીદ કેન્દ્રો છેત્યાં વ્યાપક ગેરરીતી કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે ભારતીય કિસાન સંઘે મામલે રાજયના મુખ્યમંત્રીને આવેદન પાઠવી ગેરરીતી આચરનારા સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.

ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનસુખ પટોલીયાએ જણાવેલ છે કે 9 તાલુકામાંથી માત્ર 5 તાલુકામાં મગફળી ખરી કેન્દ્રો શરૂ કરાયા છે પરંતુ ત્યાં ગેરરીતી આચરવામાં આવે છે.

કેશોદ, માળીયા,માણાવદર,વંથલી,વિસાવદર,મેંદરડામાં તુવેરની ખરીદી શરૂ કરાઇ હતી પરંતુ બારદાન મળવાને કારણે 10 દિવસ ખરીદી બંધ રહી હતી.જૂનાગઢમાં ઘઉંની ખરીદી થઇ હોય ખેડૂતોને 250 થી 300 માં ખોટના ભાવે ઘઉં વેચવા પડે છે.ઉપરાંત ખરીદી પર નાફેડ,ગુજકેટ,ખેતીવાડી ખાતું ને યાર્ડ દ્વારા નજર રાખવી જોઇએ અને ગેરરીતી જણાયે કડક કાર્યવાહી કરવાની કિસાન સંઘે માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો