તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢના કાર્યકરો દિલ્હી ખાતે બૌદ્ધ સંઘના અધિવેશનમાં જોડાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના કાર્યકરો દિલ્હી ખાતે બૌદ્ધ સંઘના અધિવેશનમાં જોડાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિલ્હીખાતે યોજાનારી રાષ્ટ્રીય બૌદ્ધ સંઘના અધિવેશન સંઘના રાષ્ટ્રીય સચિવ અને જૂનાગઢ જિલ્લાના રાજુ સોલંકી તથા તેમની ટીમના કાર્યકરો ઉપસ્થીત રહેશે.

દિલ્હીમાં આગામી 25મી માર્ચના રોજ એનડીએમસી સભાગાર ખાતે સવારના 11 વાગ્યે સામાજિક સમરસતા બોેધમહાસંમેલન યોજાનાર છે. ભારતીય બોેધસંધ દ્વારા આયોજીત અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘચાલક મોહનભાગવતના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભન્તે સંઘપ્રિય રાહુલની અધ્યક્ષ યોજાનાર સંમેલનમાં રેલ્વે મંત્રી સુરેશપ્રભુ,કેન્દ્રીય જનજાતિ મંત્રી જુએલ ઓરામ,ડો.સત્યનારાયણ જટીયા,ડો.કૃષ્ણારાજ, રામદાસ આઠવલે,ડો.સુભાષ ચંદ્રા,મનોજ તિવારી,જેઠા સોલંકી,સહીતના મહાનુભાવ ઉપસ્થીત રહેનાર છે. કાર્યક્રમમાં જૂનાગઢના લડાકુ નેતા ભારતીય બોેધ સ઼ંઘના રાષ્ટ્રીય સચિવ રાજુ સોલંકી,તેમની ટીમના ચંદ્રસિંહ મહિડા,નાજાભાઇ રાઠોડ,પ્રવિણભાઇ મહિડા, મોતીબેન સેવરા વગેરે ઉપસ્થિત રહેશે. જૂનાગઢથી 25 તારીખે દિલ્હી જવા રવાના થનાર રાજુ સોલંકીને દલિત સમાજના લોકો રેલ્વે સ્ટેશન સુધી વિદાય આપશે અને સફળતાપૂર્વક સંમેલનમાં કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો