તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ જળ દિવસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંદોઢ સદીથી 150થી વધારે ભૂગર્ભ ટાંકા દ્વારા વરસાદી પાણીની બચત થાય છે. પીવાલાયક પાણી બેથી વધુ વર્ષ ચાલે છે. પાણી પીવાથી ક્યારેય બિમાર પડ્યા નથી એવું જૂનાગઢવાસીઓ કહે છે.

22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવે છે. પાણી બચાવોનાં સંકલ્પ સાથે વૈશ્વિક સંદેશાનો ફેલાવો થાય છે. પીવાલાયક પાણીનો ઉનાળામાં પોકાર ઉઠતો હોય છે. ત્યારે જૂનાગઢનાં 150 પરિવારો દોઢ સદી પહેલા પાણી બચાવોનાં સંકલ્પને અનુસર્યા છે. જૂનવાણી બાંધકામમાં કાળમીંઢ પથ્થરમાં ભૂગર્ભ ટાંકા જોવા મળે છે. 16થી 18 ફૂટ ઉંડા અને 6થી 8 ફૂટ પહોળા ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. વરસાદી પાણી દૂષ્કાળનાં બે વર્ષથી વધુ ચાલે છે. વરસાદી પાણીનો ઉપયોગ પીવાની સાથે સાથે રસોઇ અને પુજામાં પણ થાય છે. આજે જૂના જૂનાગઢની નાગરી પદ્ધતિમાં ટાંકાનો ઉપયોગ થાય છે, જે ખરેખર જૂનવાણી લોકોની આગવી ર્દષ્ટિ અને પાણીનું મહત્વ સમજાવતો પુરાવો છે. પાણીની વિશેષતા પ્રમાણે આધુનિક આરઓ સીસ્ટમ જેવું શુદ્ધ પાણી, શેવાળ જામતું નથી અને આરોગ્યપ્રદ છે.

ચોમાસામાં પાણીનો સંગ્રહ કરો

જૂનાગઢનાંરશ્મીબેન પંચોળીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ટાંકાનું પાણી પીવાને કારણે ક્યારેય પાણીજન્ય રોગચાળો લાગુ પડ્યો નથી. દર ચોમાસામાં ટાંકા હોય કે હોય પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇઅે.

સુરત | પૃથ્વીપર 75 % પાણી અને 25 % જમીન છે.પરંતુ પૃથ્વીના 75 % પાણીમાંથી માત્ર 0.066 % પાણી પીવાલાયક છે. વીર નર્મદ યુનિ.ના બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટના એચઓડી ડો. એસ. કે. ટાંકે જણાવ્યું કે, પૃથ્વીના કુલ પાણીમાંથી 97.3% ક્ષારવાળંુ, જ્યારે 2.7 % પાણી મીઠું છે. તેમાંથી 66 % પાણી ધ્રુવ પ્રદેશના બરફ રૂપમાં છે. જેનો ઉપયોગ મનુષ્ય કરી શકતો નથી. બાકી બચેલા 34 % પાણીમાંથી 20.27 % પાણી જમીનની અંદર સંગ્રાયેલુ છે. તાળાવોમાં 2.3 % અને નદી નાળામાં 7.8 % પાણી છે. બાકીનું પાણી બાયોલોજીકલ વોટર એટલે કે, વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં રહેલુ પાણી. આમ ફક્ત 0.066 % પાણી મનુષ્યને પીવા લાયક છે.

પૃથ્વી પર માત્ર 0.066 % પાણી પીવા લાયક

દોઢ સદીથી જૂનાગઢવાસીઅો ભૂગર્ભ ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે: દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો