જૂનાગઢના ગીતાનગરની સત્સંગ સભાનો 650 ભકતોએ લાભ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રજૂ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ

જૂનાગઢનાગીતાનગરમાં યોજાયેલ ધર્મસભાનો 650થી વધુ હરિભકતોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તકે ગુરૂકુળના છાત્રોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો,જયારે સંતોએ અાશિર્વચન પાઠવ્યા હતા. સ્વામીનારાયણ સંસ્થાના શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીએ હરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરતા તેમને ભાવાજંલીના રૂપમાં શહેરના વિવિધ વિસ્તારમાં સંત્સંગ સભા યોજવામાં અાવે છે જેના ભાગરૂપે ગીતાનગરમાં સત્સંગ સભા યોજાઇ હતી.આ સભામાં શાસ્ત્રી સ્વામી હરિનારાયણ સ્વામીએ સત્સંગનું મહત્વ, તેના લાભ વગેરે વિશે જાણકારી આપી સત્સંગનો વધુને વધુ હરિભકતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ તકે જ્ઞાનબાગ ગુરૂકુળના છાત્રોએ ભવ્ય અને દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.ખાસ કરીને સામાજીક પરિવર્તનનો સંદેશ આપતી કૃતિ,વગેરેને હરિભકતોએ મનભરીને માણ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...