બાઇક અથડાવવા મુદ્દે યુવાન પર 4 શખ્સનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનારેલ્વે સ્ટેશન પાસે બાઇક અથડાવવા મુદ્દે ગણેશનગરના એક યુવાન પર ચાર શખ્સે તલવાર અને પાઇપથી તુટી પડ્યા હતા.ઘટનામાં યુવાનને પગના ભાગે જ્યારે યુવાન બચાવવા વચ્ચે પડેલા મિત્રને માથાના ભાગે પાઇપ વાગતા માથામાં ઇજા પહોંચી હતી.બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના હરદેવ સિંહ ઉર્ફે હરીઓમ જાડેજા નામના યુવાનનું બાઇક પ્રકાશ આહિર સાથે અગાઉ અથડાયું હતુ. જે વાતનું મનદુખ રાખી પ્રકાશ,તેનો ભાઇ ઘેલો આહિર અને અન્ય બે શખ્સે યુવાન પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો હતો ઘટનામાં યુવાનને પગ અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી હતી. દરમિયાન યુવાનના મિત્ર પ્રતિક તેને છોડાવવા વચ્ચે પડતા શખ્સો પ્રતિકને માથામાં પાઇપ મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...