ભવનાથ મહાદેવને આજે ભસ્મ આરતી કરાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | શ્રાવણમાસનાચોથા સોમવારે જૂનાગઢના શિવાલયમાં શિવભક્તોના નાદ ગુંજશેે. ભવનાથ મંદિરમાં સોમવારે વહેલી સવારે 4:30 વાગ્યે મહાદેવને ભષ્મઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલો છે. શ્રાવણમાસમાં શિવભક્તો શહેરના તમામ શિવાલયોમાં ભાવ ભક્તિથી હાજર રહી તેમની પુજા અર્ચના કરે છે. તો ગીરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં ચોથા અને પાંચમા સોમવારે વહેલી સવારે 4:30 કલાકે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢની ધર્મપ્રિય જનતાને આરતીનો લાભ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...