તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 49 જોગવાઇઓનું ફરજીયાત પાલન કરવું પડે તો વેપાર કરવો શકય નથી

49 જોગવાઇઓનું ફરજીયાત પાલન કરવું પડે તો વેપાર કરવો શકય નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીઅેસટીને લઇ કાપડના વેપારીઓની જિલ્લા ભાજપ પ્રમુખને રજુઆત

કાયદાની વિસંગતતા દૂર કરી સરકાર સહયોગ આપે તેવી વેપારીઓની માંગ

જીએસટી સામે વાંધો નથી પરંતુ કાયદામાં એવી 49 જોગવાઇઓ છે કે જો તેનું પાલન કરવું પડે તો વેપાર કરવો શકય નથી તેમ જૂનાગઢના કાપડના વેપારીઓએ જિલ્લા ભાજપ પ્રમુખને મળીને રજુઆત કરતા જણાવ્યું હતું. કલોથ એન્ડ રેડીમેઇડ એસો.જૂનાગઢના વેપારીઓએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મુલાકાત લઇ તેને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે જીઅેસટી સામે કોઇ વાંધો નથી પરંતુ તેમાં કાયદાની જે વિસંગતતા જોવા મળે છે તેની સામે વાંધો છે. આવી કુલ 49 જોગવાઇઓ છે જેનું પાલન કરવાથી વેપારી વેપાર કરી શકે તેવી સ્થિતી સર્જાશે. માટે આપ સંગઠનના વ્યકિત તરીકે ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહ સુધી અમારી લાગણી પહોંચાડો અને જીએસટીમાં થઇ શકતો હોય તેટલો ફેરફાર કરાવો તેવી અમારી માંગણી છે. તકે પ્રમુખ ભુપેન્દ્ર તન્ના, મહામંત્રી ચંદ્રકાન્ત દક્ષીણા, હિતેશ સંઘવી, કિશોર ચોટલીયા, વિમલ શાહ સહિતના વેપારી અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.

આવેદન પત્ર પાઠવતાં વેપારીઓ. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...