તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ત્રણ દિકરીઓએ પરંપરાગત વિધી કરાવી પુત્રની ખોટ પૂરી કરી

ત્રણ દિકરીઓએ પરંપરાગત વિધી કરાવી પુત્રની ખોટ પૂરી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રસમોવડી પાંચ પુત્રીઓએ પિતાની અર્થીને કાંધ અાપી અને ત્રણ દિકરીઓએ અગ્નિસંસ્કારની વિધી સંપન્ન કરાવી હતી. અંગે માહિતી આપતા અલ્પાબેન ઉનડકટે જણાવ્યું કે શહેરના અંબિકા ચોકમાં રહેતા અને જૂનાગઢ નગરપાલીકામાં ફરજ બજાવી નિવૃત થયેલા ભુપતભાઇ પોપટને સંતાનમાં માત્ર 5 પુત્રીઓ હતી. ભુપતભાઇએ દિકરા, દિકરી વચ્ચેના ભેદભાવ મિટાવી દેવલ, હેતલ, નિકીતા, ધારા અને બીજલ પાંચેય દિકરીઓનો પણ દિકરાઓની જેમજ ઉછેર કર્યો હતો. ભુપતભાઇનું 12 જુલાઇ 2017ના રોજ અવસાન થયું હતું. સ્મશાન યાત્રા નિકળતા ભુપતભાઇની પાંચેય પુત્રીઓએ પિતાની અર્થીને કાંધ આપી પુત્રની ફરજ અદા કરી હતી. એટલુંજ નહિ હેતલ, દેવલ અને નિકીતાએ અગ્નિસંસ્કાર વિધી સંપન્ન કરાવી પૂત્રની ખોટ પણ પૂરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...