તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જે.એસ.ગોઘાણી મહિલા કોલેજમાં ગુરૂવંદના મહોત્સવ ઉજવાયો

જે.એસ.ગોઘાણી મહિલા કોલેજમાં ગુરૂવંદના મહોત્સવ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી જમનાબા શામજીભાઇ ગોઘાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરૂવંદના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજની છાત્રાઓઅે શ્લોકપઠન કરી કોલેજના સમગ્ર ગુરૂજનોની વિધીવત રીતે પૂજન કર્યું હતું. તકે પ્રિ.જમકુબેન સોજીત્રાએ ગુરૂ-શિષ્યની વાત કરતા ભગવદગીતાના પાત્રોની વાત કરી બધાને સંપીને રહેવાની, ભેદભાવ ભૂલી અભ્યાસમાં પ્રવૃત્ત થવાની શીખ આપી હતી. કાર્યક્રમને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઠેસિયા તેમજ ઢોલરીયાભાઇએ બિરદાવી અભિનંદન પાઠવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...