તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરમાં શ્યામ મહિલા મંડળનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ શહેરમાં શ્યામ મહિલા મંડળનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | શહેરનાગિરનાર રોડ સ્થિત શ્યામવાડી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ સંચાલીત શ્યામ મહિલા મંડળ આયોજીત કાર્યક્રમમાં જાણીતા ધારાશાસ્ત્રી હેમાબેન શુકલે કાયદાકીય માહિતી પૂરી પાડી હતી.જયારે બહાઉદીન કોલેજના પ્રો. ચેતનાબેન પાનેરીએ જીવન જીવવાની કળા અંગે સુંદર માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. તકે ગુર્જર ક્ષત્રીય સમાજની સૌપ્રથમ મહિલા પીએસઆઇની પરિક્ષા ઉતીર્ણ કરનાર ઋતુ ચોટલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં ઋતુ ચોટલીયાએ જણાવ્યું હતું કે જ્ઞાતિ પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ, કિશોરભાઇ ચોટલીયા અને મહિલા પ્રમુખ મીનાબેન ગોહેલ તથા સમગ્ર જ્ઞાતિજનોનો સન્માન બદલ આભાર વ્યકત કરૂ છુ઼. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જયોત્સનાબેન ટાંક દ્વારા અને સંચાલન કિશોરભાઇ ચોટલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તકે મીનાબેન ચૌહાણ, ભાનુબેન ટાંક, છાયાબેન ચોટલીયા, ભાવનાબેન ચાવડા, લીલાબેન કાચા, હંસાબેન ચોટલીયા, પ્રવિણાબેન વાઘેલા, પારૂલબેન જેઠવા,ઇન્દુબેન ગોહેલ તેમજ શ્યામ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...